તા. 06 ઑગસ્ટ 2025 ના રોજ શ્રી ઇન્દ્રા પ્રાથમિક શાળામાં સંસ્કૃત સપ્તાહ 2025નો આરંભ થયો હતો. જેમાં સંસ્કૃત ભાષા અને સંસ્કૃત સાહિત્ય માં રહેલી વિશેષતા, વિશાળતા, ગહનતા વગેરે અંગે ઉદાહરણ સાથે માહિતી આપવામાં આવી હતી અને સંસ્કૃત ભાષા પ્રત્યે ગૌરવ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
બાળકો માટે વ્યાવહારિક જીવનમાં ઉપયોગી સંસ્કૃત શબ્દો અને વાક્યો નું જ્ઞાન વધારવા પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.
શાળાના જનરલ બોર્ડ પર સંસ્કૃત ને લગતું સાહિત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.
