આજ રોજ 15 ઑગસ્ટ 2025 ના રોજ શ્રી ઇન્દ્રા પ્રાથમિક શાળા અને ગ્રામ પંચાયત ઇન્દ્રા ના સંયુક્ત ઉપક્રમે સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ બાળકો દ્વારા શાળા સુશોભન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ રૅલી યોજીને ગામના અમૃત સરોવર સાઇટ પર અગ્રણી ગ્રામજનો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.
ત્યાર બાદ બાળકો અને વાલીઓ સાથે સંવાદ યોજવામાં આવ્યો હતો.
અંતે બાળકોને મીઠાઈ વિતરણ કરીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.




