ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે ગુજરાત સરકાર દ્વારા બે નવી યોજના અમલમાં મૂકી.
આ યોજનાઓ નમો લક્ષ્મી અને નમો સરસ્વતી નામે ઓળખાશે.
દીકરીઓ પોતાનો અભ્યાસ આર્થિક મજબૂરી વગર પૂર્ણ કરી શકે અને તેમના આરોગ્ય ની પણ કાળજી લેવાય તેવા હેતુઓ આ યોજના પાછળ છે.
આ યોજના અંગેનો એક ઉદઘાટન કાર્યક્રમ ઓન એર રાખવામાં આવ્યો હતો તે શાળાના બાળકોએ તેમજ વાલી શ્રી દ્વારા નિહાળવામાં આવેલ.