પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024

   ગુજરાત માં છેલ્લા 20 વર્ષથી વિદ્યાર્થીઓના 100% શાળામાં નામાંકન અને સ્થાયીકરણ માટે તેમજ કન્યાઓમાં કેળવણીનો દર વધે તે માટે દર વર્ષે સત્રના પ્રારંભે બાળકના પ્રવેશને એક ઉત્સવ તરીકે ઉજવીને લોકોમાં શિક્ષણના ક્ષેત્રમાં પ્રગતિ અને જાગૃતિ લાવવા આ પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ ઉજવવામાં આવે છે..

   ચાલું વર્ષે તારીખ 26,27 અને 28 જૂન એમ ત્રણ દિવસ સમગ્ર રાજ્યમાં આ કાર્યક્રમ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આપણી શાળામાં પણ તારીખ 27 જૂન 2024 ને ગુરુવારે આ શાળાનો પોતાનો અને પોતીકો અવસર ઉજવાયો હતો.



   માણાવદર તાલુકાના CDPO શ્રીમતી ગીતાબેન વણપરિયા સમારંભના પ્રમુખ અતિથિ તરીકે હાજર રહ્યાં હતાં તેમજ જયાબેન અતિથિ વિશેષ પદે અને રૂટ લાયઝન પદે શ્રી નિતુલભાઈ નાદપરા ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.

   ઉપરાંત બાળકોના સ્વાસ્થ્ય માટે જાગરૂક એવા આરોગ્ય વિભાગમાંથી ડૉ. શ્રી વિજયભાઈ શ્યારા અને ડૉ. ફાલ્ગુનીબેન ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

  વિદ્યાર્થીઓના વાલી શ્રીઓની હાજરી સવિશેષ જોવા મળી હતી, જે શાળા સ્ટાફ માટે પ્રેરક રહી.

  કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય અને પ્રાર્થના થી કરવામાં આવી હતી.






ત્યાર બાદ આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1 માં પ્રવેશપાત્ર બાળકોનો શૈક્ષણિક કીટ વિતરણ કરીને પ્રવેશ-સન્માન કરવામાં આવ્યું હતું.













   એ જ રીતે ધોરણ 1 થી 8 ના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા શિલ્ડ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં.







   ચાલું વર્ષે જે નવી અભ્યાસ સામગ્રી આવી તે અંગે આચાર્ય શ્રી દ્વારા માહિતી આપવામાં આવી.




  તદુપરાંત શ્રેષ્ઠ હાજરીવાળા, વિવિધ પરીક્ષાઓ જેવી કે, CET જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા, પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃતિ પરીક્ષા અને NMMS પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર બાળકોને પ્રમાણપત્રો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.








  શ્રીમતી ગીતાબેન અને ડૉ. વિજયભાઈ એ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું અને વાલીઓને શિક્ષણ અંગે માર્ગદર્શન આપ્યું હતું.




શાળાની વ્યવસ્થાપન સમિતિ સાથે શિક્ષણ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

અતિથિઓના હસ્તે વૃક્ષારોપણ બાદ શાળા પરિસરની મુલાકાત લેવામાં આવી હતી.








    વાલીઓને પણ શાળાની કમ્પ્યુટર લેબ અને સ્માર્ટ ક્લાસની રૂબરૂ મુલાકાત અને માહિતી આપવામાં આવી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું