Quest Alliance દ્વારા આઈડિયાથોન પ્રોસેસ - સમસ્યા ઓળખ



*ક્વેસ્ટ એલાયન્સ અને સમગ્ર શિક્ષા* સાથે થયેલા MoU અંતર્ગત ગુજરાતના ૩૩ જિલ્લાઓમાં શિક્ષકો અને બાળકો અને શિક્ષકોને કોમ્પ્યુટેશનલ થીંકીંગ (ગાણિતિક વિચારસરણી), ૨૧ મી સદીની કુશળતાઓ અને કોડિંગ શીખવવા માટે આ ચેનલ/પ્લેટફોર્મ પર વેબિનાર ની સીરીઝ મુકવામાં આવેલ છે


આ અંતર્ગત આ નવા વર્ષમાં (૨૦૨૪-૨૫) આ વેબિનાર સીરીઝના ચોથા વેબીનારમાં *આઇડ્યાથોન પ્રોસેસ માં સમસ્યાને કેવી રીતે ઓળખવી/શોધવી* ના વિષય પર સમજૂતી આપવામાં આવેલ છે. જેમાં આઇડયાથોન પ્રોસેસ થી વિધાર્થીઓએ ક્લાસરૂમની સમસ્યાઓને કેવી રીતે ઓળખવી, તે સમસ્યાને નાના નાના વિભાગ કેવી રીતે કરવા (સમસ્યાનું વિઘટન) અને તે વિભાગોનું વિશ્લેષણ કરીને કેવી રીતે એ સમસ્યાનું નિરાકરણ લાવવું એબાબતો પર ચર્ચા કરવામાં આવેલ છે. 


*શિક્ષકો માટે સૂચના* - આ વેબીનાર પ્રદર્શિત થયેલ ત્રીજા વેબિનાર સાથે સંલગ્ન છે. આથી આપશ્રીએ ત્રીજો વેબીનાર ક્લાસરૂમ માં બતાવેલ ન હોય તો એ વેબિનાર પહેલાં બતાવવો.

વેબિનાર બતાવતા પહેલા નીચે આપેલ સામગ્રી અગાઉથી બાળકોએ સાથે રાખવા વિનંતી. 

1. રફ નોટબુક

2. પેન/પેન્સિલ 

3. ક્લાસ વચ્ચે 5 થી 6 ચાર્ટ પેપર 

4. સ્કેચ પેન/કલર

5. ફેવિકોલ/કાતર/સેલોટેપ

6. સમાચાર પત્રો

આપશ્રી આ વેબીનાર જોઈ અને આપની શાળાના વિધાર્થીઓ સાથે આઇડ્યાથોન અને હેકાથોન ની પ્રવૃતિ કરી ને નીચે આપેલ ગૂગલ ફોર્મમાં આપેલ માહિતી ભરીને સબમિટ કરવા વિનંતી. 


*સમય - કાલે સવારે 10 વાગે*


https://forms.gle/6VDXwrUA9y8VcVDq7

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું