તા. 26 જાન્યુઆરી 2025 ને રવિવાર
આજ રોજ શ્રી ઇન્દ્રા પ્રાથમિક શાળામાં આપણાં દેશના 76મા પ્રજાસત્તાક પર્વની આન બાન અને શાનથી ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરુઆત ગામમાં રહેતી વધુ ભણેલી દીકરીના હસ્તે ધ્વજવંદન કરીને કરવામાં આવી હતી.
ત્યાર બાદ ભણેલી દીકરીને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ જાન્યુઆરી 2024 થી જાન્યુઆરી 2025 વચ્ચે જે દીકરીના જન્મ થયા એમને સ્મૃતિ પત્ર આપીને પુત્રી રત્ન ના જન્મ ને વધાવવામાં આવ્યો હતો.
ત્યાર બાદ શાળાના બાળકોની પ્રતિભાને રજૂ કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ શરૂ થયો હતો. બાળકોનાં કાર્યોને ગ્રામજનોએ ઉત્સાહભેર માણ્યો અને વખાણ્યો હતો.
આ તકે બાળકોને પ્રોત્સાહિત કરવા ગ્રામજનો અને વાલી દ્વારા દાન પણ આપ્યું હતું.
વાલી સંમેલન પણ યોજવામાં આવ્યું હતું .
જેમાં વાલીઓ સાથે બાળકોનાં શિક્ષણને અનુલક્ષીને ચર્ચા કરવામાં આવી હતી.
જેમાં સરકાર દ્વારા શિક્ષણમાં મળતી વિવિધ યોજનાઓ વિશે જાણકરી પૂરી પાડવામાં આવી હતી. તેમજ શાળાનું ગ્રેડેશન અને તેનાં મુખ્ય ક્ષેત્ર માં શાળાને પડતી મુશ્કેલી જેવી કે કેટલાંક બાળકોની અનિયમિતતા, સ્વ અધ્યયન પોથી અને ગૃહકાર્ય માં અનિયમિતતા, આહાર અને સ્વાસ્થ્ય , એકમ કસોટી વગેરે બાબતો મુખ્ય હતી.
શાળા પરિસર ની સુવિધાઓ થી વાકેફ કરીને શાળા મુલાકાત પણ કરાવવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે આભાર વ્યક્ત કરીને હાજર તમામને આજના શુભ દિવસની વધામણી ની મીઠાઈ વહેંચવામાં આવી હતી.