શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને શારીરિક ફેરફાર વિશે બાળકોને જાગૃત કરીને તેમનાં વૃદ્ધિ વિકાસ ને સહાયક વાતાવરણ પૂરું પાડવા પ્રયત્નો કરવાના હેતુ માટે Adolescent Education Programme અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી હતી.
વગેરે સૂત્રો સાથે કન્યા કેળવણી જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું
દિવસ 2
કન્યા કેળવણી ને પ્રોત્સાહન અને જાતીય સમાનતા
દિવસ 3
સખીઓ સાથે વાર્તાલાપ
MHM તાલીમ પામેલાં શાળાના નોડલ ટીચર દ્વારા સખીઓ સાથે વાર્તાલાપ નું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમને ઉંમર મુજબ થતાં શારીરિક ફેરફાર વગેરે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
દિવસ 4
POCSO કાયદા અંગે માહિતી
બાળકોને ગુડ ટચ અને બેડ ટચ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. બાળકોને શારીરિક છેડછાડ, જાતિય સતામણી અને ચાઇલ્ડ ટ્રાફિકિંગ વગેરે અંગે માહિતગાર કર્યા હતા.
દિવસ 5
રાષ્ટ્રીય બાલિકા દિવસ
24 જાન્યુઆરી ના રોજ બાલિકા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ ક્ષેત્રો માં મહિલાઓ ની સામેલગીરી, દેશ ની શ્રેષ્ઠ મહિલાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.
તેમજ મારુતિ મેડિકલ સ્ટોર વાળા કેતનભાઈ ડઢાણિયાને રીસોર્સ પર્સન તરીકે બોલાવવામાં આવ્યા હતા. તેમના દ્વારા માર્ગદર્શક સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું.
દિવસ 6
વૃદ્ધિ વિકાસ અને પૌષ્ટીક આહાર, સ્વચ્છતા અને આરોગ્ય, વ્યસન અને તેમાંથી મુક્તિ, ઈન્ટરનેટ નો ઉપયોગ અને સાઇબર સુરક્ષા વિશે માહિતી આપવામાં આવી હતી.
.png)