તારીખ: 07/07/2025
સ્થળઃ ઇન્દ્રા પ્રાથમિક શાળા
આજ રોજ શ્રી ઇન્દ્રા પ્રાથમિક શાળામાં ધો. 1 થી 5 અને બાલવાટિકામાં અભ્યાસ કરતા બાળકો માટે GCERT તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢ દ્વારા અપાયેલી GUIDELINE મુજબ બાળમેળાનું આયોજન બાદ અમલીકરણ કરવામાં આવ્યું હતું.
બાળમેળામાં બાળકોએ પોતાની સર્જનાત્મક શક્તિ રજૂ કરતી વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.
સૌપ્રથમ પ્રાર્થના સંમેલન બાદ સામુહિક પ્રવૃત્તિઓ જેવી કે વાર્તા કથન, બાળ ગીત, અભિનય ગીત, વેશભૂષા રજૂ કરવામાં આવ્યા હતા.
વાર્તા કથન કરતાં બાળકોને નીચેના વિડિયોમાં જોઈ શકો છો..
ત્યાર બાદ બાળકોને વિભાગ વાર વહેંચીને તેમની પસંદ કરેલી પ્રવૃત્તિઓ જેવી કે રંગપૂરણી, ચિત્રકામ, ચીટકકામ, કાતરકામ, કાગળકામ, માટીકામ વગેરેમાં બાળકોએ પોતાની પ્રતિભા બતાવી હતી.
રંગ પૂરણી
કોલાજ વર્ક અને ચિત્રકામ
ચીટકકામ
માટી કામ
છાપ કામ
કાર્યક્રમનો યુ ટ્યુબ ચેનલ પર મૂકેલ વિડિયો 👇👇👇












