લાઇફ સ્કિલ મેળો 2025-26

 તારીખ: 08/07/2025

સ્થળઃ ઇન્દ્રા પ્રાથમિક શાળા 


     આજ રોજ શ્રી ઇન્દ્રા પ્રાથમિક શાળામાં ધો. 6 થી 8 માં અભ્યાસ કરતા બાળકો માટે GCERT તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢ દ્વારા અપાયેલી GUIDELINE મુજબ લાઇફ સ્કિલ મેળાનું પૂર્વ આયોજન બાદ અમલીકરણ કરવામાં આવ્યું હતું.


   લાઇફ સ્કિલ મેળામાં બાળકોએ પોતાના રોજિંદા જીવનમાં ઉપયોગી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો.


       સૌપ્રથમ પ્રાર્થના સંમેલન બાદ સામુહિક પ્રવૃત્તિઓ જેવી કે એક પાત્રીય અભિનય, વક્તૃત્વ કલા, નાટક વગેરે રજૂ કરવામાં આવ્યા હતા.


વેશભૂષા


    ત્યાર બાદ જીવનમાં ઉપયોગી વિવિધ સ્કિલ્સના વિભાગમાં આપેલ સમય મુજબ બાળકોએ પોતાની પ્રતિભા બતાવી હતી. ધો 6 થી 8 ના બાળકો માટે ફ્યુઝ બાંધવો, નળ બદલવો, રંગોળી પૂરવી, વેસ્ટ માંથી બેસ્ટ બનાવવું, કેશ ગૂંફન, મહેંદી મૂકવી, સાઇકલનું પંચર સાધવું, ઘડિયાળનું મશીન અને સેલ બદલવા, કૂકર ના પ્રકાર મુજબ ઢાંકણું ખોલવા અને બંધ કરવાની રીત, ડિશ, તાવડી જેવી વસ્તુ શણગારવી અને શૉ- પીસ કે કોઈ પર્વ વિશેષ માટે ડેકોરેશન બનાવવું જેવી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડેકોરેટિવ પીસ


સાયકલ પંચર અને રિપેરિંગ


ડીશ ડેકોરેશન



કેશ ગૂંફન કળા 

ઘડિયાળના સેલ બદલવા અને મશીન બદલવા

ફ્યુઝ બાંધવો 

રંગોળી પૂરવી 



મહેંદી મૂકવી 


નળ બદલવો 




ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું