દર વર્ષે યોજાતા કલા ઉત્સવ ની ચાલું વર્ષે પણ ઉજવણી કરવામાં આવી હતી. સામાન્ય રીતે આ કાર્યક્રમ પ્રથમ સત્રમાં યોજાય છે, પરંતુ ચાલું વર્ષે પ્રથમ સત્ર ટૂંકું હોવાને કારણે તેમજ વિવિધ અન્ય કાર્યક્રમો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓને લીધે બીજા સત્રમાં કલા ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ વર્ષે વિકસિત ગુજરાત @2047 ની થીમ આધારિત કલા ઉત્સવ ના વિષયો રાખવામાં આવેલ હતા. જેમાં બાળકોએ વિવિધ 4 પ્રકારની પ્રવૃત્તિઓ - ચિત્રકામ, સંગીત વાદન, સંગીત ગાયન અને બાલ કવિ સ્પર્ધાનું પ્રથમ શાળા કક્ષાએ આયોજન કરવામાં આવ્યું હતું.
ત્યાર બાદ શાળા કક્ષાએ પ્રથમ આવેલ બાળકોએ CRC કક્ષાના કલા ઉત્સવ માં ભાગ લીધો હતો અને બે સ્પર્ધામાં દ્વિતીય ક્રમે આવ્યા હતા. બાળકોએ શાળા, પરિવાર અને ગામનું ગૌરવ વધાર્યું એ બદલ બાળકો ને અભિનંદન.



