વાર્તા: Facebook Live On-Off



Facebook Live ~ON~/OFF

મધ્યરાત્રીએ લગભગ બે અઢી વાગ્યાની આસપાસ ડૉરબેલ વાગી... "પિંકીબેન અમે છીએ, દરવાજો ખોલો"...

કોઈ ઓળખીતું હશે... એથીજ તેઓ મને નામથી બોલાવી રહ્યા છે... એવું વિચારીને પિંકીબેને દરવાજાના આઇહૉલ માંથી જોયું તો બે ત્રણ જણાં દેખાયા... એટલે એણે ઝડપથી દરવાજો ખોલ્યો...

બહાર ધોધમાર વરસાદ વરસી રહેલો... અને આવનારા આંગતુક પલળી ગયેલા હતા...

"પિંકીબેન, તમારો ભાઈ 'મન્યો'!! બેંકમાં ઓફિસર છે.ને,??? એ મારો મિત્ર છે."

"તમારો મોટો ભાઈ 'વિવેક' જે સ્કૂલમાં શિક્ષક છે. એ સ્કૂલમાં મારા પપ્પા ટ્રસ્ટી છે."... બીજો જોડીદાર બોલ્યો...

"ભાઈ તમે મને મારા નામથી બોલાવી એટલે હું સમજી ગઈ તમે મારા ગામથી છો."... "કારણકે અહીંયા બધા મને 'મનીષા' નામથી ઓળખે છે."

"પણ તમે મને પિંકીબેન નામે બોલાવી"...

પિન્કીબેને એમને ઘરમાં લઈને કહ્યું... "પણ ભાઈ મે તમને ગામમાં ક્યારેય જોયા નથી!!!"

"અને આટલી રાત્રે???"...

"અમારે બિઝનેસના મામલે આવુજ હોય છે." ત્રીજા આંગતુકે કહ્યું...

"અવારનવાર બહારગામ જવાનું હોવાથી અમે ક્યાં કોઈ એક ઠેકાણે રહીયે છીએ"...

"પાછુ અમારી શાખા પણ ઘણે ઠેકાણે છે!!"...

"'સાબરમતી' અને દેશમાં અને ઠેકાણે અમારી મોટી-મોટી હવેલીઓ છે... સેંકડો ગાર્ડ અમારી રક્ષા કરતા હોય છે!"... 

"અમારી ખાતરદારી પણ ત્યાં ખૂબ થાય છે!!"...

"વરસના મોટાભાગનો સમય અમારો ત્યાં વ્યતીત થાય છે... હજી બે દિવસ પહેલાજ અમે મુંબઈમાં 'આર્થરરોડ'ની હવેલીમાં હતા"..

ભાઈ "મારા મિસ્ટર ઘરે..." એટલું બોલતાજ પહેલા આંગતુકે પિંકીબેનની વાતને વચ્ચેથી કાપતા બોલ્યો,

"અરે પિંકીબેન એતો આજેજ દિલ્લી ગયા છે. અમને ખબર છે???"...

"તમારા સાસુ પણ મુંબઇ ગયા છે. તમારી નણંદ માનસીને ત્યાં બેબી આવી છે. ને!!"

"અરે' ભાઈ અમારા વિશે ઘણું જાણો છો... પિંકીબેને ચાય બનાવતા આશ્ચર્યથી પૂછ્યું"...

"અમે તો ઘણું બધું જાણીએ છીયે"...

"આવી માહિતી અમારા વ્યવસાયમાં હોવી જરૂરી છે... બીજા આંગતુકે જવાબ આપ્યો"...

 ચાયનો ખાલીકપ લઈને પિંકીબેન જેવા ફર્યા ત્યાં પહેલા આંગતુકે ધારધાર 'છરી' પિંકીબેનના ગળાપર મૂકી... "ચુપચાપ ઘરમાં જે કાંઈ છે... એ આપી દે"...

પિંકીબેન તો ડઘાઈ ગઈ.. શરીર થરથરવા લાગ્યુ... ઘરમાં એકલી હતી, બહાર ધોધમાર વરસાદ પડી રહેલો. એનો અવાજ પણ બહાર જઈ શકે એમ ન હતો,

પિંકીબેન પાસે આ લોકોનો આદેશ માન્યા શિવાય કોઈ ઉપાય ન હતો...

એણે ચુપચાપ કબાટમાંથી દાગીના અને પૈસા કાઢી આપ્યા...

"તારા ભાઈએ થોડા દિવસ પહેલા ગિફ્ટમાં આપેલો પેલો મોંઘો ફોન ક્યાં છે???"

"અને તારા લગ્નની વર્ષગાંઠના દિવસે તારા પતિએ આપેલો પેલો મોંઘોવાળો ડાયમંડનો હાર??" ત્રીજા વાળા આંગતુકે કરડાઈ પૂર્વક કહ્યું...

પેલા લોકો જે કાંઈ માંગતા પિંકીબેન ચુપચાપ લાવી આપતા...

"તારી બેન સૃષ્ટિના લગ્નમાં લીધેલા મોતીના પાટલા ક્યાં છે???... અને અઢી લાખનો નેકલેસ?"

... છરી વાળા આંગતુકે કહ્યુ"...

પિંકીબેન ફસડાઈ પડી... એની આંખમાંથી દડદડ આંસુ વહેવા લાગ્યા...

આટલા સમયથી સાચવીને રાખેલા દાગીના અને પૈસાને આ રીતે લૂંટાઈ જતા જોઈને એ રડવા લાગી...

"ભાઈ તમને મારા ઘરની આટલી નાના માં નાની માહિતી કોણે આપી".???...

પિંકીબેને રડતા રડતા પૂછ્યું...

"શું પિંકીબેન, તમે પણ??

આ બધી માહિતી તમેજ આપેલી છે.!!"...

પિંકીબેન `મોં ' વકાશીને એમની સામે જોઈ રહ્યા_...

"અરે પિંકી'...બેન, અમે તો તારા 'ફેસબુક ફોલોવર્સ છીએ' !!!"..

"તારા જેવી અનેક પિંકીબેનના અમે ફોલોવર્સ છીએ"...

"જ્યારે પણ તમારા જેવા અતિ ઉસ્તાહી લોકો ફેસબુક પર આવી માહિતી અપડેટ કરતા હોય ત્યારે અમારૂ ધ્યાન રહેવાનું!!... અમારી માટે આવી માહિતી ઘણી મહત્વની હોય છે"...

"તારી છેલ્લા થોડા દિવસોની પોસ્ટ જોઈ, એમાં જાણ્યું કે તારી સાસુ મુંબઇ ગયા છે.!! પતિ ઑફિસના કામેથી દિલ્લી જઈ રહ્યા છે... ફ્લાઇટ ઉપાડવા નો સમય, અને તારા પતિ 'ધર્મેશના' પાછા આવવાનો સમય... તને મળેલા મોંઘા ગિફ્ટની વિગત બધું તો તારા ફેસબુકમાં તુએ અપડેટ કરેલું."

"હવે તુજ બતાવ? અમને આ માહિતી તારા શિવાય બીજું કોણ આપે!!

તારા ઘરની બધીજ માહિતી તારા 'ફેસબુક'માં અપડેટ છે"...

"પિંકીબેન તમારા જેવા લોકોનો _'facebook'_ એકાઉન્ટ, અમારા માટે c.c tv કૅમેરાનું કામ કરે છે."

મિત્રો તમારા અંગત જીવનની દરેક નાની મોટી માહિતી તમે પણ facebook પર મુકતા નથીને???...

*_ખાસ કરીને ઘરમાં એકલા હો... અથવા બહારગામ જાવ છો, ત્યારે???..._*

*_"સાવધાન" તમારા 'facebook' માં મુકેલી માહિતી ઘણીવાર c.c tvનું કામ કરતી હોય છે..._* 

*◆ _થોડા સમય પછી "પિંકીબેને નવો મોબાઈલ ખરીદ્યો... એમાં "facebook a/c off છે"..._*


© અધિકાર જે તે રચયિતા ના

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું