ઈન્દ્રા પ્રાથમિક શાળામાં શાળા આરોગ્ય તપાસ કાર્યક્રમ 2023

 



         રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) અંતર્ગત તારીખ: 27-06-2023 ને મંગળવારના રોજ આપણી શ્રી ઈન્દ્રા પ્રાથમિક શાળામાં બાલવાટિકા થી ધોરણ 8 સુધીના તમામ બાળકોની ડૉક્ટર શ્રી વી. ડી. શ્યારા સાહેબ અને તેમની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. 

       જેમાં દરેક બાળકની વ્યકિતગત તપાસ કરવામાં આવી હતી, જે અંતર્ગત વ્યકિતગત સ્વચ્છતા, શાળા સ્વચ્છતા, પૌષ્ટીક આહાર, ફાસ્ટ ફૂડ નિષેધ અને વ્યસન નિષેધ વગેરે અંગે બાળકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

       બાળકોને જાણવા તેમની સાથે બાળક જેવા બનવું પડે એ કહેવત ને ડૉ. સાહેબે અપનાવીને તેમની શારીરિક, માનસિક, સાંવેગિક સ્થિતિનો ક્યાસ કાઢીને બાળકોની નાની મોટી બીમારીઓની દવાઓ આપી અને તે કઈ રીતે લેવી તે અંગે સૂચના આપવામાં આવી હતી. 

      વિશેષ માં ડૉ. શ્યારા સાહેબે બાળકો સાથે મધ્યાહન ભોજન પણ લીધું હતું. શાળાની શૈક્ષણિક અને ભૌતિક સ્થિતિ અંગે હકારાત્મક અભિગમ અપનાવી સૌ સ્ટાફ ગણ ને પ્રોત્સાહિત કર્યા હતા.







ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું