ઈન્દ્રા ગામ ના પ્રવેશ દ્વાર પાસે 6-8 માસ પહેલા બેઠો પુલ બનાવવામાં આવ્યો. જેમાં દૂરદર્શિતા ના અભાવે ચોમાસાંની પાણી ભરાવાની સમસ્યામાં વધારો થયો.
તા. 30-06-2023 ને શુક્રવાર ના રોજ ઉપરવાસ ના ગામોમાં વરસાદ પડતા જ પ્રવેશ દ્વાર પાસે પાણી ભરાવા લાગ્યું . અગાઉ પણ ઘણો વધુ વરસાદ પડવા છતાં આટલું પાણી અને આટલી ઝડપ થી આવતું ન હતું. એટલે બાળકો વિના ડર્યે શાળાએ આવી શકતા હતા.
શાળાની ઇમારત ભરતી કરીને ઘણી ઊંચી બનાવવાં છતાં શાળાના ગેટ સુધી અને ગામનાં રામ મંદિર ચોક સુધી પાણી પહોંચી ગયા.
Tags:
ગૅલેરી