શિક્ષા સપ્તાહ ઉજવણી 2024

 નેશનલ એજયુકેશન પોલિસી 2020 (NEP-2020) ને 4 વર્ષ પૂર્ણ થતાં તેના મુખ્ય ધ્યેયો અને ફેરફારને ધ્યાનમાં રાખી 22 JULY 2024 થી 28 JULY 2024 એમ 1 સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.



દિવસ 1: TLM (Teaching Learning Materials) નિર્માણ દિવસ 

ભારે વરસાદની આગાહી અને ચાલું વરસાદને લીધે બાળકોની હાજરી ઘણી ઓછી હતી. તેમ છતાં જે બાળકો આવેલાં તેમના દ્વારા શૈક્ષણિક સાધન સામગ્રી નિર્માણ કરવામાં આવી હતી...




દિવસ 2: FLN (FOUNDATIONAL LITERACY AND NUMERACY) દિવસ

  બાળકોમાં પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પ્રત્યે જાગૃતિ આવે અને તેઓ વાંચન લેખન અને ગણન મૂળભૂત કૌશલ્યો અંગે માહિતગાર બને તે હેતુ થી ધોરણ અને વય કક્ષા અનુસાર બાળકોને વાચન, લેખન અને ગણન ની પ્રવૃત્તિ કરાવી.




દિવસ 3: દેશી રમતો દ્વારા ભારતીયતા પ્રત્યે ગૌરવ

આપણા દેશમાં પ્રાચીન સમયથી રમાતી વિવિધ દેશી રમતો નો પરીચય મળે તેમજ તેના દ્વારા વ્યક્તિ માં આવતા કૌશલ્યો, મૂલ્યો વગેરે દ્વારા ભારતીય સંસ્કૃતિ પ્રત્યે અહોભાવ જાગૃત કરવા વિવિધ દેશી રમતો રમાડવામાં આવી, પરંતુ વરસાદને લીધે માત્ર ઇન્ડોર રમતો જ થઈ શકી, ઉપરાંત બાળકોની હાજરી પણ ઓછી હોવાને લીધે ટુકડી પાડવામાં પણ મુશ્કેલી પડી.






દિવસ 4: સાંસ્કૃતિક પ્રવૃત્તિ દિવસ

નાટક, લોકગીત, લોકનૃત્ય, સંગીત, એકપાત્રીય અભિનય વગેરે દ્વારા સંસ્કૃતિ જ્ઞાન, સામાજિક જાગૃતિ લાવવાના ભાગ રૂપે આજનો દિવસ સાંસ્કૃતિક પ્રવૃત્તિ દિવસ સ્વરૂપે ઉજવવામાં આવ્યો હતો.


દિવસ 5: ડિજિટલ દિવસ

શિક્ષણ અને જીવનમાં ટેક્નોલોજીનો ઉપયોગ

દીક્ષા, eVidya TV ચેનલ, Vidya Samiksha Kendra વગેરે વિશે માહિતી 

Computer lab માં બાળકો દ્વારા ટેકનોલોજી નો ઉપયોગ કરીને ચિત્રો બનાવવામાં આવ્યા..






દિવસ 6: ઇકો ક્લબ દિવસ 

આજ રોજ પર્યાવરણ જાગૃતિ અને જતન વિશે વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતી આપવામાં આવી તેમજ શાળા પ્રાંગણ માં રહેલ ફૂલછોડ ના ક્યારા માં ઊગી નીકળેલ ઘાસ દૂર કરવામાં આવ્યું.

બાળકોને #plant4mother અંગે માહિતી આપી બાળકો પોતાનાં ગામ, સીમ વગેરે વિસ્તારમાં વૃક્ષો આવે તેની પ્રેરણા આપી.


દિવસ 7: સામુદાયિક ભાગીદારી દિવસ
   શિક્ષા સપ્તાહ નો અંતિમ દિવસ સામુદાયિક ભાગીદારી દિવસ તરીકે ઉજવવામાં આવ્યો, જેમાં એક પેડ મા કે નામ, લોગો નિર્માણ , વિદ્યાંજલી યોજના વગેરે વિશે માહિતી આપી.




ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું