15 ઑગસ્ટ 2024, ગુરુવાર
આજ રોજ ઇન્દ્રા પ્રાથમિક શાળા અને ઇન્દ્રા ગ્રામ પંચાયત ના સંયુક્ત ઉપક્રમે 78મા સ્વાતંત્ર્ય પર્વ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં તલાટી કમ મંત્રી શ્રી તથા ગ્રામ પંચાયતનો સ્ટાફ, અગ્રણી ગ્રામજનો,વિદ્યાર્થીઓ અને શાળાનો સ્ટાફ ગામમાં આવેલ અમૃત સરોવર ખાતે એક રૅલી યોજી પહોંચ્યા હતા.
અમૃત સરોવર ખાતે ધ્વજ વંદન અને ગ્રામ સભાનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યાર બાદ બાળકો અને વાલીઓ શાળાએ આવ્યા હતા અને બાળકો અને વાલીઓને આજ ના શુભ દિવસની ખુશી માટે મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના ફૉટા જોવા માટે નીચે આપેલ view photos બટન પર ક્લિક કરો..
ત્યાર બાદ વાલી સંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં શાળા વિકાસ, વિદ્યાર્થીના અભ્યાસ, સરકારના પ્રયાસો, શિક્ષકોના પ્રયાસો અને વાલીઓના સહયોગની ચર્ચા કરવામાં આવી હતી.