Quest Alliance તાસ 6, રોલ મોડેલ ઇન્ટરેકશન લાઇવ webinar

 Webinar Video જોવા અહીં ક્લિક કરો






🥁 📢 📣 🎙️


*Live Webinar: આઈડ્યાથોન હેકાથોનની પ્રવૃત્તિ માટે રોલ મોડેલ ઇન્ટરેક્શન*  


*સમગ્ર શિક્ષા, ગાંધીનગર અને ક્વેસ્ટ એલાયન્સ, અમદાવાદ* સાથે થયેલા MoU અંતર્ગત ગુજરાતના ૩૩ જિલ્લાઓમાં શિક્ષકો અને બાળકોને કોમ્પ્યુટેશનલ થીંકીંગ (ગાણિતિક વિચારસરણી), ૨૧ મી સદીની કુશળતાઓ અને કોડિંગ શીખવવા માટે યુટ્યુબ પ્લેટફોર્મ પર *Gujarat e-Class* ચેનલ પર વેબિનાર સીરીઝ મુકવામાં આવેલ છે. જેમાં કોમ્પ્યુટેશનલ થીંકીંગ (ગાણિતિક વિચારસરણી), સ્ક્રેચ, આઈડ્યાથોન અને હેકાથોનના વિષયો પર અલગ અલગ વેબિનાર પ્રસારિત કરવામાં આવેલ છે.   


આ અંતર્ગત તારીખ ૯ સપ્ટેમ્બર ૨૦૨૪ (સોમવાર) ના રોજ *લાઈવ વેબિનાર - રોલ મોડેલ ઇન્ટરએક્શન* યોજવામાં આવેલ છે જેમાં ક્વેસ્ટ એલાયન્સ તરફથી તૈયાર કરાયેલા માસ્ટર ટ્રેનર્સ *શ્રી સંદીપ પ્રજાપતિ (રઘવાણજ પ્રાથમિક શાળા, માતર - ખેડા જીલ્લો)* દ્વારા તેમની શાળાના વિધાર્થીઓ દ્વારા ફેસીલીટેટ કરવામાં આવશે. આ વેબીનારમાં સંદીપ સર દ્વારા તેમની શાળામાં વિધાર્થીઓ સાથે કરેલ *આઈડ્યાથોન હેકાથોનની પ્રવૃત્તિ, સમસ્યાને ઓળખવી અને તેનું સમાધાન સંબંધિત બનાવેલ પ્રોટોટાઇપ પર ચર્ચા કરવામાં આવશે.* આપસૌ આ લાઇવ વેબીનાર પર આઈડ્યાથોન હેકાથોનની પ્રવૃત્તિ અને *સંદીપ સરના અનુભવ સંબંધિત પ્રશ્નો પણ પૂછી શકો છો.*  



સંદીપ સર એ આપણા જ શિક્ષક સમુદાયમાંથી છે જેમને “૨૧મી સદીના રોલ મોડેલ શિક્ષક” તરીકે બાળકો સાથે ક્લાસરૂમમાં કામગીરી કરેલ છે અને એમને અહી આ લાઇવ વેબિનારમાં તે કામગીરી બતાવવા માટેની તક મળેલ છે. *જો આપશ્રી શિક્ષકોએ પણ આવીજ રીતે ૨૧મી સદીના રોલ મોડેલ શિક્ષક તરીકે બાળકો સાથે ક્લાસરૂમમાં કામગીરી કરેલ હોય તો અમને એ માહિતી મોકલી આપવી જેથી તમે પણ ભવિષ્યના લાઇવ વેબિનારનો ભાગ બની શકો છો.*      



આપસૌ આ લાઇવ વેબીનાર આપની શાળાના વિધાર્થીઓને સાથે જોઇને નીચે આપેલ ગૂગલ ફોર્મમાં આપેલ માહિતી ભરીને સબમિટ કરવા વિનંતી. 



🗓️ *તારીખ - ૯ સપ્ટેમ્બર ૨૦૨૪*

🕰️ *સમય - બપોરે ૧૨.૩૦ વાગે*

🖇️ 🔗 *ગૂગલ ફોર્મ લિંક* - https://forms.gle/6VDXwrUA9y8VcVDq7

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું