અહીં દેશપ્રેમી બંધુજનો અને ખાસ તો વિદ્યાર્થીઓ માટે એક વિડિયો મૂકવામાં આવ્યો છે, જેમાં આપણાં રાષ્ટ્રગીતની પંક્તિઓમાં આવતા ભારત દેશના વિવિધ વિસ્તારો દર્શાવવા પ્રયત્ન કરવામાં આવ્યો છે, જેથી કેટલાક શબ્દોની વિભાવના સ્પષ્ટ થાય. કેમ કે અત્યારે આધુનિક ભારતના વિવિધ વિસ્તારો હવે રાજ્યોના નામે ઓળખાય છે, પરંતુ આ રાષ્ટ્રગીતની જ્યારે રવીન્દ્રનાથ ટાગોર (ઠાકુર) દ્વારા થઈ ત્યારે આપણો દેશ ગુલામ હતો.
જન ગણ મન ( હિન્દી: जन गण मन , બંગાળી: জন গণ মন ) ભારતનું રાષ્ટ્રગીત છે.
નોબૅલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોર રચિત બંગાળી ભાષાની કવિતામાંથી પ્રથમ પાંચ કડીઓને ભારતનાં રાષ્ટ્રગીત તરીકે અપનાવાયેલ છે.
આ ગીત પ્રથમ વખત ડિસેમ્બર ૨૭ , ૧૯૧૧નાં દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં કલકત્તા (કોલકતા) અધિવેશનમાં ગાવામાં આવ્યું હતું અને ૨૪ જાન્યુઆરી,૧૯૫૦ ના દિવસે ગણતંત્રમાં રાષ્ટ્રગીત તરીકે સન્માનિત કરાયું હતું.
અધિકૃત રીતે રાષ્ટ્રગીતને બાવન (૫૨) સેકંડમાં ગાવામાં આવે છે.
ક્યારેક ફક્ત પહેલી તથા છેલ્લી કડી જ ગાવામાં આવે છે, જેની અવધિ ૨૦ સેકંડ છે.
રાષ્ટ્રગીત
ગુજરાતીમાં
જનગણમન-અધિનાયક
જય હે ભારતભાગ્યવિધાતા!
પંજાબ સિંધુ ગુજરાત મરાઠા
દ્રાવિડ઼ ઉત્કલ બંગ
વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલજલધિતરંગ
તવ શુભ નામે જાગે,
તવ શુભ આશિષ માગે,
ગાહે તવ જયગાથા
જનગણમંગલદાયક જય હે ભારતભાગ્યવિધાતા!
જય હે, જય હે, જય હે,
જય જય જય જય હે॥
કવિતા ની બાકી ની પંક્તિઓ
અહરહ તવ આહ્વાન પ્રચારિત, શુનિ તવ ઉદાર બાણી
હિન્દુ બૌદ્ધ શિખ જૈન પારસિક, મુસલમાન ખ્રિસ્તાની
પૂરબ પશ્ચિમ આસે, તવ સિંહાસન પાશે, પ્રેમહાર હય ગાથા
જન-ગણ-ઐક્ય-વિધાયક જય હે, ભારત-ભાગ્ય-વિધાતા
જય હે, જય હે, જય હે, જય જય જય જય હે ||
પતન-અભ્યુદય-વન્ધુર-પન્થા, યુગ-યુગ-ધાવિત યાત્રી,
હે ચિર સારથિ, તવ રથચક્રે, મુખરિત પથ દિન રાત્રિ
દારુણ વિપ્લવ-માઝે, તવ શંખધ્વનિ બાજે, સંકટદુઃખત્રાતા
જન-ગણ-પથ-પરિચાયક જય હે, ભારત-ભાગ્ય-વિધાતા,
જય હે, જય હે, જય હે, જય જય જય જય હે ||
ઘોર તિમિરઘન નિવિઙ નિશીથે, પીઙિત મુર્ચ્છિત દેશે
જાગૃત દિલ તવ અવિચલ મંગલ, નત નયને અનિમેષે
દુઃસ્વપ્ને આતંકે, રક્ષા કરિલે અંકે, સ્નેહમયી તુમિ માતા,
જન-ગણ-દુઃખત્રાયક જય હે, ભારત-ભાગ્ય-વિધાતા,
જય હે, જય હે, જય હે, જય જય જય જય હે ||
રાત્રિ પ્રભાતિલ, ઉદિલ રવિચ્છવિ, પૂર્બ-ઉદયગિરિભાલે
ગાહે વિહંગમ, પૂણ્ય સમીરણ, નવજીવનરસ ઢાલે,
તવ કરુણારુણરાગે, નિદ્રિત ભારત જાગે, તવ ચરણે નત માથા,
જય જય જય હે, જય રાજેશ્વર, ભારત-ભાગ્ય-વિધાતા,
જય હે, જય હે, જય હે, જય જય જય જય હે ||