તા. 08 Feb 2025
વા. શનિવાર
ઇન્દ્રા પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નાના મોટા સૌ બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
માનસિક સ્વાસ્થ્ય સાથે શારીરિક સ્વાસ્થ્ય માટે વધુ જાગૃતિ લાવવા સમયાંતરે રમત ગમત, કસરત, વ્યાયામ અને યોગ જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. તેના ભાગ રૂપે બાળ રમતો રાખવામાં આવી હતી. શક્તિ, કૌશલ્ય અને ખેલદિલીની ભાવના જેવાં મૂલ્યો વિકસે એ મુજબ ખીલવાણી ખુશ્બુબેન અને દયાણી જીતેન્દ્રભાઈ દ્વારા રમતો પસંદ કરવામાં આવી હતી.
દિનેશભાઈ બંધિયા અને નરશીભાઈ વારસુરએ નિર્ણાયક અને સહાયકની ભૂમિકા ભજવી હતી. તેમજ બાળકોની સલામતી અંગે તકેદારી રાખી હતી.
રમતો અંગેના ફૉટા અને વિડિયો નીચે ઉપલબ્ધ છે 👇👇